ભુવાજી

ગોપનીયતા નીતિ

છેલ્લે સુધાર્યું: 2026-09-20

અમે કોણ છીએ

ભુવાજી એક ગુજરાતી જ્યોતિષ એપ છે. આ નીતિ એપ અને આ વેબસાઇટ બંનેને લાગુ પડે છે.

અમે શું માહિતી લઈએ છીએ

અમે તમારા કોન્ટેક્ટ, ફોટા કે લોકેશનની પરવાનગી માગતા નથી.

માહિતી ક્યાં જાય છે

ગણતરીનું પરિણામ અમારા સર્વર પર સચવાય છે, પણ તેની સાથે તમારું નામ કે સંપર્ક જોડાયેલો હોતો નથી — ફક્ત જન્મ વિગતોનો એક કોડ (hash).

અમે તમારી માહિતી ક્યારેય વેચતા નથી.

તમારા ફોનમાં શું રહે છે

તમારી જન્મ વિગતો અને પરિવારની પ્રોફાઇલ તમારા ફોનમાં એન્ક્રિપ્ટેડ રીતે સચવાય છે. એપ કાઢી નાખશો તો તે ભૂંસાઈ જાય છે.

તમારા હક

ભારતના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 અને (યુકે/ઈયુના વપરાશકર્તાઓ માટે) GDPR હેઠળ તમે તમારી માહિતી જોઈ શકો, સુધારી શકો, કાઢી નાખી શકો અને સંમતિ પાછી ખેંચી શકો છો.

માહિતી કાઢી નાખવા માટે આ પાનું જુઓ.

બાળકો

આ એપ 18 વર્ષથી નાની ઉંમરના લોકો માટે નથી.

ફેરફાર

આ નીતિ બદલાય ત્યારે ઉપરની તારીખ બદલાશે.

સંપર્ક

કોઈ પણ પ્રશ્ન, ફરિયાદ કે માહિતી કાઢી નાખવાની વિનંતી માટે [email protected] પર લખો. અમે સામાન્ય રીતે થોડા દિવસોમાં જવાબ આપીએ છીએ.

કાનૂની બાબતોમાં આ પાનાની અંગ્રેજી આવૃત્તિ અંતિમ ગણાશે.