Bhuvajiભુવાજી

લેખ

રાશિ પ્રમાણે નામના અક્ષર — નક્ષત્ર અને ચરણ પ્રમાણે

વાંચવાનો સમય: 2 મિનિટ · · English

ઘણાં પરિવારોમાં બાળકનું નામ જન્મ નક્ષત્રના ચરણ પરથી પાડવામાં આવે છે. નીચેના કોઠામાં 27 નક્ષત્રનાં 108 ચરણ, દરેકનો અક્ષર અને તેની રાશિ છે.

અક્ષર શેના પરથી આવે છે

આકાશના 27 ભાગ ગણાય છે; દરેકને નક્ષત્ર કહે છે. જન્મ સમયે ચંદ્ર જે નક્ષત્રમાં હોય, તે જન્મ નક્ષત્ર.

દરેક નક્ષત્રના 4 ચરણ હોય છે. પરંપરામાં નામનો પહેલો અક્ષર નક્ષત્રના ચરણ પરથી રખાય છે.

એક નક્ષત્ર ચાર ચરણનું છે, અને દર નવ ચરણે રાશિ બદલાય છે; એટલે દરેક ચરણની એક રાશિ પણ હોય છે.

ચંદ્ર એક ચરણ લગભગ છ કલાકમાં પસાર કરે છે, એટલે ચરણ જાણવા જન્મ સમય સાચો હોવો જરૂરી છે.

27 નક્ષત્ર અને 108 ચરણના અક્ષર

* વાળા ખાનામાં જુદાં પંચાંગ જુદો અક્ષર આપે છે; બંને લખ્યા છે. તમારા પરિવારનું પંચાંગ કે ગોર મહારાજ જે કહે, તે પ્રમાણે રાખો.

નક્ષત્રચરણ 1ચરણ 2ચરણ 3ચરણ 4
1. અશ્વિનીચુમેષચેમેષચોમેષલામેષ
2. ભરણીલીમેષલૂમેષલેમેષલોમેષ
3. કૃત્તિકાઅ / આ*મેષઈવૃષભઉ / ઊ*વૃષભએવૃષભ
4. રોહિણીઓવૃષભવાવૃષભવીવૃષભવુવૃષભ
5. મૃગશીર્ષવેવૃષભવોવૃષભકામિથુનકીમિથુન
6. આર્દ્રાકુમિથુનઘમિથુનઙમિથુનછ / ના*મિથુન
7. પુનર્વસુકેમિથુનકોમિથુનહામિથુનહીકર્ક
8. પુષ્યહુકર્કહેકર્કહોકર્કડા / ડ*કર્ક
9. આશ્લેષાડીકર્કડૂકર્કડેકર્કડોકર્ક
10. મઘામાસિંહમીસિંહમૂસિંહમેસિંહ
11. પૂર્વા ફાલ્ગુનીમો / નો*સિંહટાસિંહટીસિંહટૂસિંહ
12. ઉત્તરા ફાલ્ગુનીટેસિંહટોકન્યાપાકન્યાપીકન્યા
13. હસ્તપૂકન્યાષકન્યાણકન્યાઠકન્યા
14. ચિત્રાપેકન્યાપોકન્યારાતુલારીતુલા
15. સ્વાતિરૂતુલારેતુલારોતુલાતાતુલા
16. વિશાખાતીતુલાતૂતુલાતેતુલાતોવૃશ્ચિક
17. અનુરાધાનાવૃશ્ચિકનીવૃશ્ચિકનૂવૃશ્ચિકનેવૃશ્ચિક
18. જ્યેષ્ઠાનોવૃશ્ચિકયાવૃશ્ચિકયીવૃશ્ચિકયૂવૃશ્ચિક
19. મૂળયેધનયોધનભાધનભીધન
20. પૂર્વાષાઢાભૂધનધાધનફાધનઢાધન
21. ઉત્તરાષાઢાભેધનભોમકરજામકરજીમકર
22. શ્રવણખી / જુ*મકરખૂ / જે*મકરખે / જો*મકરખો / ઘા*મકર
23. ધનિષ્ઠાગામકરગીમકરગુ / ગૂ*કુંભગેકુંભ
24. શતભિષાગોકુંભસાકુંભસીકુંભસૂકુંભ
25. પૂર્વા ભાદ્રપદસેકુંભસોકુંભદાકુંભદીમીન
26. ઉત્તરા ભાદ્રપદદૂમીનથમીનઝમીનઞ / ત્ર*મીન
27. રેવતીદેમીનદોમીનચા / ચ*મીનચીમીન

* જુદાં પંચાંગમાં જુદું · રાશિ: દરેક ખાનામાં અક્ષરની નીચે.

કેટલાંક પંચાંગ અભિજિત નક્ષત્ર પણ ગણે છે; તેના અક્ષર જુ, જે, જો, ખા છે.

પ્રશ્નો

જન્મ સમય ખબર ન હોય તો નામનો અક્ષર કયો લેવો?

જન્મના દિવસે ચંદ્ર ચાર-પાંચ ચરણ પસાર કરે છે, એટલે સમય વગર ચરણ પાકું કહી શકાતું નથી. ત્યારે ઘણાં પરિવારો પોતાના ગોર મહારાજને પૂછે છે.

નામ બીજા અક્ષરથી હોય તો?

નક્ષત્ર પરથી અક્ષર લેવો એ પરંપરા છે, નિયમ નથી. ઘણાં પરિવારો રાશિનું નામ જુદું રાખે છે અને બોલવાનું નામ પોતાની પસંદનું.

In English

By tradition, a child's name begins with the syllable of the pada of the birth nakshatra: the nakshatra the Moon was in at birth, divided into four padas. This table gives all 108 syllables with the rashi of each pada, from three published tables; where they differ, both forms are shown.

ભુવાજી એપ ટૂંક સમયમાં Play Store પર આવી રહી છે.

આ પણ વાંચો