મદદ
કુંડળી કેવી રીતે બને છે?
એપમાં નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ ભરો. સમયની ખબર ન હોય તો "જન્મ સમય ખબર નથી" પસંદ કરો. ત્યારે ચંદ્ર કુંડળી પરથી જવાબ મળે છે, અને લગ્ન તથા ભાવ બતાવી શકાતા નથી.
જન્મસ્થળ શોધતી વખતે ગામનું નામ લખો. યાદીમાં ન દેખાય તો બે-ત્રણ અક્ષર લખીને થોડી વાર રાહ જુઓ; નાનાં ગામ પણ મળી આવે છે.
મારી કુંડળી બીજી એપ કરતાં થોડી જુદી કેમ છે?
ભુવાજી લહિરી અયનાંશ અને જન્મસ્થળના તે સમયના સાચા ટાઇમ ઝોન પરથી ગણતરી કરે છે. જૂની તારીખો માટે ઘણી એપ આજનો ટાઇમ ઝોન વાપરે છે, એટલે દશાની તારીખો એક-બે દિવસ આઘીપાછી થઈ શકે.
જવાબ કેવી રીતે અપાય છે?
જવાબ તમારી ગણેલી કુંડળી પરથી જ અપાય છે. ભુવાજી રત્ન, પૂજા કે કોઈ વસ્તુ ખરીદવાનું કહેતા નથી, અને આયુષ્ય કે તબિયત વિશે આગાહી કરતા નથી.
આજનું રાહુ કાળ, ચોઘડિયું અને તિથિ પંચાંગ પાનામાં તમારા શહેર પ્રમાણે ગણેલાં હોય છે.
માહિતી કાઢી નાખવી હોય તો?
એપમાં વધુ માંથી કાઢી શકો છો — વિગતે માહિતી કાઢી નાખો પાનામાં લખ્યું છે.
સંપર્ક
કોઈ પણ પ્રશ્ન, ફરિયાદ કે માહિતી કાઢી નાખવાની વિનંતી માટે [email protected] પર લખો. અમે સામાન્ય રીતે થોડા દિવસોમાં જવાબ આપીએ છીએ.